...

Shree Mumbai Upnagar Parajiya Sahakari Society

Established in 1960, Shree Mumbai Upnagar Parajiya Sahakari Society holds a rich legacy of community living and collective growth. Nestled in the vibrant city of Mumbai, our society is dedicated to providing a harmonious and nurturing environment for its residents.

At Shree Mumbai Upnagar Parajiya Sahakari Society, we believe in the power of unity and collaboration. Our members come from diverse backgrounds, fostering a sense of inclusivity and cultural exchange. We strive to create a close-knit community where neighbors become lifelong friends, and shared values create a strong bond.

we actively promote social and cultural activities that bring our residents together. From festive celebrations and cultural events to educational workshops and seminars, there is always something happening at Shree Mumbai Upnagar Parajiya Sahakari Society.

શ્રી મુંબઈ ઉપનગર પરજિયા સહકારી સોસાયટી સંચાલિત સોની વાડીના ગૌરવશાળી ૬૦ વરસ પૂર્ણ થયા તે નિમિતે તા. ૨૯/૦૭/૨૦૨૩ને શનિવારના સોની બેંકવેટ હોલ ખાતે ષષ્ટિપૂર્તિ ના કાર્યક્રમ ના માઘ્યમ દ્વારા એક વિશેષ અને પ્રથમવાર એક પરંપરા કહી શકાય તેવું આયોજન કરવામાં આવ્યું જેમાં આપણી જ્ઞાતિની જે વ્યકિતએ સમાજ માટે દેશ માટે કે કોઈ ક્ષેત્રમાં વિશેષ કાર્ય કર્યુ હોય તેમને એવોર્ડથી સન્માનિત કરવા જેમાં સહુપ્રથમ આપણા સમાજના પ્રતિષ્ઠીત અને સોની વાડીનો પાયો નાખવામાં સખત મહેનત કરનાર જેમને કારણે આપણને ધરોહર સમાન વાડીની ભેટ મળી છે. તેવા સ્વ શ્રી ડાયાલાલ કાશીરામ ભગતને અને વાડીના નિર્માણમાં અમુલ્ય યોગદાન આપનાર જેમનું નામ આપણા ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે અંકીત થયેલું છે તેવા સ્વ શ્રી નટવરલાલ ગોવિંદજી ઝવેરીને મરણોપરાંત ‘જ્ઞાતિ રત્ન’ બિરૂદથી પુરસ્કૃત કરવામાં આવ્યા.

શિક્ષણ ક્ષેત્રમાં જેમનું બહુ મોટું યોગદાન છે. અનેક પુસ્તકો જેમણે લખ્યા છે. અને જેમને શિક્ષણવિદ ભદ્રાયુ વછરાજાનીએ ‘નઈ તાલીમના સાચા સૈનિક કહયા છે તેવા અમરેલી જીલ્લાના નેસડી ગામના અને અમદાવાદમાં સ્થાયી થયેલા શ્રી મનસુખભાઈ મોહનલાલ સલ્લાને શ્રી મુંબઈ ઉપનગર પરજિયા સહકારી સોસાયટી તરફથી ‘જ્ઞાતિ વિભૂષણ’ બિરૂદથી પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

હીરક મહોત્સવ નિમિતે એક ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આપણા સમાજના શ્રી સુનીલ ભાઈ સોની અને ગૌરાંગ સોનીએ સાથીઓના સથવારે લોક સાહિત્ય અને દુહા છંદની રમઝટ બોલાવી હતી.

આ પ્રસંગે સોની વાડીના ૬૦ વરસના ઈતિહાસને લોકો સમક્ષ રજૂ કરવા એક ૧૦ મિનિટની ફિલ્મ બનાવવામાં આવી હતી. જેમાં શરૂઆતથી અત્યાર સુધીની વાતોને વણી લેવામાં આવી છે. આ ફિલ્મનુ દિગ્દર્શન અને સંકલન સોની સંદેશના તંત્રી શ્રી ભરત કે. સતીકુંવરએ કર્યુ હતું સ્વર શ્રી સુનીલભાઈ સોનીએ આપ્યો હતો. અને વિશેષ ફિલ્મ માટેનું જરૂરી અને અમૂલ્ય સાહીત્ય શ્રી નરેન્દ્રભાઈ મગનલાલ જીણાદ્રા તરફથી પ્રાપ્ત થયું તે સાથે જ તેમના પુત્ર ઉદય જીણાદ્રા અને હિમાંશુ જીણાદ્રાએ પણ સહયોગ આપ્યો હતો. જે માટે સંસ્થા તેમની આભારી છે. સંસ્થાના પ્રમુખ શ્રી વિજયભાઈ હંસરાજભાઈ સતીકુંવરના માર્ગદર્શન અને કુશળ નેતૃત્વમાં સંસ્થાના પદાધિકારીઓ અને સભ્યોએ શ્રી વાઘેશ્વરી સેવા સમિતિ મુંબઈ, શ્રી પરજિયા સોની સુવર્ણકાર યુવક મંડળ, નારી તું નારાયણી સુવર્ણ મહિલા સંગઠન અને સોની યુથ ગ્રુપ (એસ.વાય.જી.), ગોરેગાંવ સોની સમાજ, વસઈ વિરાર સંસ્થાના સહયોગથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

સંકલન : વિજય જસવંતભાઈ સાગર

Soni Banquet Hall

Soni Sandesh

Soni Sandesh January 2025
Soni Sandesh February 2025
Soni Sandesh March 2025
Soni Sandesh April 2025
Soni Sandesh May 2025

Get In Touch

We would love to hear from you! If you have any questions, comments, or inquiries, please don’t hesitate to get in touch with us.

Address

Soni Banquet Hall, Shimpoli cross lane, Swami Vivekananda Rd, Borivali West, Mumbai 400092

Call us

022- 2898 3905 / 2899 9097 / 9324435547

Email us

sonisandesh1@gmail.com

Write To Us

Scroll to Top
Seraphinite AcceleratorOptimized by Seraphinite Accelerator
Turns on site high speed to be attractive for people and search engines.